બલીઠા હાઈવે બ્રિજ નીચે રોડ કામ માટે બંધ કરાતા ટ્રાફિક જામ
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી હાઈવે ઉપર બલીઠા ઓવરબ્રિજ નીચે રોડ ખોદી બ્લોક બેસાડવાનું કામ હાથ ધરાનાર હોવાથી મુખ્ય ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આજે સવારથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્ના છે. ટ્રાફિક પોલીસે વલસાડ તરફ બ્રિજ નીચે ઍક નાનો ગાળો ખુલ્લો કરી વાહનચાલકોને ગુંજન તરફ આવવા વિકલ્પ આપ્યો છે. પરંતુ બલીઠા સબવેથી માધવ જેમ્સ થઈ હાઈવે પર આવતા અને ગુંજન તરફ જવા માંગતા વાહનચાલકોને છરવાડા ક્રોસિંગ અથવા બલીઠા બ્રિજ નીચે મુખ્ય ક્રોસિંગથી આગળ બીજા નાના ક્રોસિંગ તરફ વાળવામાં આવી રહ્ના છે. બલીઠા બ્રિજ અને છરવાડા ક્રોસિંગ વચ્ચેના અન્ડરપાસમાંથી માત્ર ફોર વ્હીલર વાહનોને પડ્ઢિમ તરફ ઍન્ટ્રી આપવામાં આવી રહી છે, જ્યારે પૂર્વ તરફ હાઈવે સર્વિસ રોડ ઉપર ટુ વ્હીલર વાહનોને પણ જવા દેવામાં આવતા ન હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. નાના વાહનચાલકોનો આક્ષેપ છે કે પોલીસ તંત્ર માત્ર ફોર વ્હીલર માટે જ વ્યવસ્થા કરે છે.
આ અંગે ટ્રાફિક પીઆઈ કાનાણીઍ જણાવ્યું હતું કે, બલીઠા બ્રિજ નીચે કામ ચાલુ હોવાથી માર્ગ બંધ કરાયો છે. ગુંજન તરફ આવવા માંગતા વાહનચાલકો માટે આગળ ગાળો ખુલ્લો કર્યો છે અને બંને સર્વિસ રોડ વન-વે થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.
