વાપીમાં સાવકા પિતાઍ સગીર પુત્રી સાથે દુષ્કર્મ કર્યુ!
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૬૫(૨), ૬૪(૨)(ઍફ) તથા પોક્સો ઍક્ટ ૨૦૧૨ ની કલમ ૫(ઍમ)(ઍન), ૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા. ૨૪/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યાના સુમારે ભડકમોરા વિસ્તારમાં રહેતી આશરે ૧૦ વર્ષની બાળકી જ્યારે તેની માસીના ઘરે ગઈ હતી, ત્યારે આરોપીઍ તેને ઘરમાં ઍકલી જોઈ કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીઍ બૂમાબૂમ કરતા તેનું મોઢું દબાવી દીધું હોવાનો પણ આક્ષેપ છે. ઘટના અંગે બાળકીના પરિવારજનોને જાણ થતા તા. ૨૭/૦૯/૨૯૨૬ના રોજ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઍસ.પી. ગોહિલ ચલાવી રહ્ના છે.
