Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

આસ્મા નજીક બાઈક વીજપોલમાં ભટકાતાં ચાલકનું મોત

આસ્મા નજીક બાઈક વીજપોલમાં ભટકાતાં ચાલકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી તાલુકાના આસ્મા ગામ નજીક ઍક બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં  બાઈક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં યુવાનનું મોત થયું છે મળતી માહિતી મુજબ, અરનાલા ગામના મંદિર ફળિયામાં રહેતા અને નોકરી કરતા ૨૬ વર્ષીય સાજનભાઇ અનિલભાઇ પટેલ ઉ.વ.૨૬ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર ઞ્થ્-૧૫-ઝ઼ન્-૭૧૨૮ લઇને આસ્મા ગામે સાસરીમાં જવાનું કહીને નીકળ્યા હતા. આ દરમ્યાન રાત્રિના આશરે પોણા અગિયારેક વાગ્યાના સુમારે, આસ્મા ગામના કોળીવાડ ફળિયાથી વરઇ ગામ તરફ જતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. બાઇક પૂર ઝડપે  હંકારતા યુવાન સાજનભાઇઍ બાઇક પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેથી બાઇક રોડની સાઇડમાં આવેલા વીજળીના થાંભલા સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી ઘટનામાં યુવાનને  માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ ઍમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેમને તાત્કાલિક પારડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ  હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહને ભ્પ્ અર્થે પારડી સરકારી દવાખાને ખસેડ્યો હતો. આ મામલે મૃતકના પિતા અનિલભાઇ બાબરભાઇ પટેલની ફરિયાદના આધારે પારડી પોલીસે  આગળની તપાસ હાથ ધરી છે.