આજે અંગારિકા ચોથે ચલાના બે ગણપતિ મંદિરે ભક્તોની ભીડ ઉમટશે
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ આજે અંગારક ગણેશ ચતુર્થી હોવાથી ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્ના છે. મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ તરીકે ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો આખો દિવસ વ્રત રાખી વિઘ્નહર્તા ગણેશની પૂજા અર્ચના કરે છે.
વાપી પંથકમાં ગણપતિના માત્ર બે મુખ્ય મંદિરો ચલા વિસ્તારમાં આવેલા છે. ઍક મંદિર આશીર્વાદ હોસ્પિટલ પાસે આવેલું છે, જ્યારે બીજું મંદિર ચલા કેવડી ફળિયામાં આવેલું છે. આજે વહેલી સવારથી જ બંને મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટવાની શક્યતા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ શણગાર, અભિષેક અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ ગણપતિ બાપ્પાને લાડુ, દુર્વા અને લાલ ફૂલ અર્પણ કરી સુખ સમૃદ્ધિની કામના કરશે.
