વાપીમાં સીટી સર્વેમાં હડતાલથી અરજદારોને હાલાકી
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી મહાનગરપાલિકાની બલીઠા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં કાર્યરત સીટી સર્વે કચેરીના કર્મચારીઓ પગાર વધારાના મુદ્દે છેલ્લા ૧૬ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓની હડતાળને પગલે કચેરીની વિવિધ કામગીરી ઠપ થઈ જતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. સીટી સર્વે કચેરીમાં જમીનની ઍન્ટ્રી-ફેરફાર, જમીન માપણી, નામ ફેરફાર, સુધારા હુકમ તેમજ -ોપર્ટી કાર્ડમાં ઍન્ટ્રી સહિતની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. જોકે, કર્મચારીઓ હડતાળ પર હોવાથી છેલ્લા ૧૬ દિવસથી આ કામગીરી પર અસર પડી છે. આ સ્થિતિને કારણે જમીનદારો ઉપરાંત જમીનની લે-વેચ સાથે સંકળાયેલા ડેવલપરો તેમજ અન્ય સ્થાનિક અરજદારોના કામ અટવાઈ ગયા છે. ખાસ કરીને જમીનના વ્યવહારો અને મિલકત સંબંધિત દસ્તાવેજી કામગીરી માટે સીટી સર્વે કચેરીની કામગીરી મહત્વપૂર્ણ હોવાથી અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્ના છે.
કર્મચારીઓની આ હડતાળ ક્યારે સમા થશે અને વાપી સિટી સર્વે કચેરીની કામગીરી ક્યારે રાબેતા મુજબ શરૂ થશે તે અંગે હજુ અનિડ્ઢિતતા જોવા મળી રહી છે. જેના કારણે જમીન માલિકો તથા અરજદારોમાં પણ મુશ્કેલી અને નારાજગી જોવા મળી રહી છે.
