સાંસદ ધવલભાઈ પટેલે બીજુ પુસ્તક લખ્યું : ટુંક સમયમાં વિમોચન
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વલસાડ-ડાંગના યુવા સાંસદ ધવલભાઈ પટેલ જનપ્રતિનિધિ હોવા ઉપરાંત ઍક સારા લેખક પણ છે ઍ વાત ઘણાં અોછાને ખબર હશે. હવે તેમનું ઍક પુસ્તક ‘૨૫ યર્સ અોફ મોદી ફોર ટ્રાયબલ્સ’ પ્રકાશિત થવા માટે તૈયાર છે.અને ઍનું ટુંક સમયમાં વિમોચન થવાનું છે. આ અગાઉ તેમનું અન્ય ઍક પુસ્તક ‘ભારત કે જનજાતિય ક્રાંતિવીર ઃ સ્વતંત્રતા સંગ્રામ કી ૭૫ અનસુની કહાનીયાં’ પણ પ્રકાશિત થઈ ચૂકયું છે. તેમના આવી રહેલા નવા પુસ્તકમાં તેમણે આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને સામાજિક સશક્તિકરણ માટે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની ઝાંખી, ગુજરાતની વનબંધુ કલ્યાણ યોજના ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની ભ્પ્-થ્ખ્ફપ્ખ્ફ, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન** અને ઍકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો જેવી પહેલોનો પણ સમાવેશ કર્યો છે.
સાંસદ ધવલભાઈ પટેલે આ બાબતે દમણગંગા ટાઈમ્સને જણાવ્યું હતું કે આ પુસ્તકનો હેતુ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનજાતિ સમાજ સાથેની આત્મીયતા, સંવાદ, સેવા અને વિકાસલક્ષી પ્રયાસો દર્શાવે છે.
