જિલ્લા-સંઘપ્રદેશમાં પણ બેîક હડતાલ સંકેલાતાં ગ્રાહકોને રાહત
- byDamanganga Times
- 29 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ રાષ્ટ્રીયકૃત બેંકોઍ સોમવારથી ત્રણ દિવસની હડતાળનું ઍલાન પાછું ખેંચી લેતા ગ્રાહકોને મોટી રાહત થઈ છે. વલસાડ જિલ્લા સહિત વાપી પંથકમાં પણ સોમવારે તમામ બેંકો રાબેતા મુજબ ચાલુ રહી હતી.
બેંક યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસ બેંક બંધનું ઍલાન આપવામાં આવ્યું હતું. જેને લઈ શુક્રવારથી જ ગ્રાહકોમાં ચિંતા પ્રસરી હતી, કારણ કે સાહના અંતે શનિ-રવિની રજા બાદ ત્રણ દિવસ બેંક બંધ રહે તો પાંચ દિવસ સુધી કામકાજ ઠપ્પ થવાની ભીતિ હતી. વેપારીઓ અને ઉદ્યોગકારોમાં પણ ચેક ક્લિયરિંગ, રોકડ વ્યવહારને લઈ ચિંતા હતી. જોકે રવિવાર મોડી રાત્રે સરકાર સાથે સમાધાનકારી વાટાઘાટો સફળ થતા યુનિયને હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરી હતી. જેના પગલે સોમવારે સવારથી વલસાડ જિલ્લા સહિત વાપી, ચલા, જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં બેંકોમાં સામાન્ય કામકાજ શરૂ થયું હતું અને ગ્રાહકોઍ રાહતનો શ્વાસ લીધો હતો.
