મલિયાધરાથી જુગાર રમતા આઠ ઝડપાયા
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૭ ઃ ચીખલી તાલુકાના મલિયાધરા ગામેથી ચીખલી પોલીસે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા આઠ જુગારીને ઝડપી પાડી રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૧.૨૯૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે ત્રણ જુગારી પોલીસની રેડ જોઈને ભાગી જવામાં સફળ રહ્ના હતાં.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના મલિયાધરા ગામ ભુરી ફળિયા ખાતે આવેલ રાજેશ રમણ પટેલના ખેતર પાસે ખુલ્લી જગ્યામાં સાંજના સમયે ગોળ કુંડાળું વળીને તીન પત્તીનો હારજીતનો જુગાર રમાઈ રહ્ના હોવાની બાતમી ચીખલી પોલીસને મળતા ચીખલી પોલીસે ઘટના સ્થળે જઈ રેડ પાડતા આઠ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતાં. પોલીસે દાવ ઉપર મુકેલા રોકડા રૂપિયા ૬.૧૪૦ તથા પકડાયેલ જુગારીઓની અંગ ઝડતી કરતા મળી આવેલ રોકડા રૂપિયા ૧૪.૬૫૦ મળી કુલ રૂપિયા ૨૦.૭૯૦ તથા તથા છ નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૫૦.૫૦૦ તથા જુગારવાળી જગ્યાઍથી અન્ય ઍક મોબાઇલ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૯૧.૨૯૦નો મુદ્દામાલ પકડી પાડી ૮ જુગારીયા સામે જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે સ્થળ ઉપરથી ત્રણ જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્ના હતા જેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
