વાવરમાં વીજકરંટથી મૃતક બે યુવાનોના પરિવારોને રૂ.૫૦ લાખ વળતરની માંગ
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૨૭ ઃ કપરાડા તાલુકાના વાવર ગામે તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ઝ઼ઞ્સ્ઘ્ન્ના વીજપોલ નાખવાની કામગીરી દરમિયાન કરંટ લાગવાથી સાગર સરનાયક અને સુરેશ પવારના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થાનિક સ્તરે શોકની લાગણી ફેલાઈ છે.
આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વીજપોલ નાખવાની કામગીરી દરમિયાન ઝ઼ઞ્સ્ઘ્ન્ તથા કોન્ટ્રાક્ટર દીપેશ પટેલની કથિત બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હતી. પક્ષના આગેવાનોઍ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના હોદ્દેદારોઍ મૃતકોના પરિવારજનોને ઝ઼ઞ્સ્ઘ્ન્ અને સંબંધિત કોન્ટ્રાક્ટર તરફથી કુલ રૂ. ૫૦ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ સરકારમાં રહેલા સ્થાનિક અને રાજ્ય સ્તરના નેતાઓ દ્વારા પણ પીડિત પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
પક્ષના આગેવાનોઍ કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના રાહત ફંડમાંથી રૂ. ૫-૫ લાખની સહાય આપે તેવી માંગણી કરી છે.
આમ આદમી પાર્ટીના વલસાડ-ડાંગ લોકસભા સંગઠન મંત્રી દિવ્યેશ પટેલ, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગાંવિત, કપરાડા વિધાનસભા યુવા પ્રમુખ લતેશ પટેલ, કપરાડા સંગઠન મંત્રી આનંદ થોરાત સહિત સ્થાનિક આગેવાનોઍ પીડિત પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને પરિવારને યોગ્ય ન્યાય તથા સહાય મળે તેવી માંગ કરી હતી.
