ધરમપુર બામટી ખાતે યોજનાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
- byDamanganga Times
- 28 September, 2026
વલસાડ, તા.૨૭ ઃ આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુર દ્વારા ધરમપુર બામટી ખાતે આદિવાસી સમાજના ભાઈ-બહેનોને વિવિધ યોજનાકીય માર્ગદર્શન મળી રહે તે માટે યોજનાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં સૌને આવકારતાં ટ્રસ્ટ ના પ્રમુખ વિજયભાઈ પાનેરિયાઍ જણાવ્યું હતું કે, ટ્રસ્ટનો મુખ્ય આશય સમાજના ઉત્કર્ષનો છે. સમાજ સામાજિક, શૈક્ષણિક તેમજ યોજનાકીય લાભો મેળવી આગળ વધે તે આશય સાથે સેમીનારનું આયોજન થયું છે. ભવિષ્યમાં આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર વાય.ટી. પાવાગઢીઍ જણાવ્યું હતું કે, કેન્દ્ર - રાજ્ય સરકારની નાના વ્યવસાયકારોથી માંડીને મોટા ઉદ્યોગો સ્થાપવા અનેક યોજનાઓ છે. જેમાં લોન - સબસીડી નો સમાવેશ થાય છે. વાજપાઇ બેંકેબલ, માનવ કલ્યાણ યોજના, ૃસ્ન્ૃફૂ સહિત યોજનાઓનો લાભ મેળવવા લોકોને અનુરોધ કર્યો હતો.
જીલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસીયાઍ જણાવ્યું હતું કે, ખેતીવાડી વિવિઘ યોજનાઓની માહિતી અને અરજી કરવા ઓનલાઇન અરજી કરવાની થાય છે. જેની સમયાંતરે જાહેરાત થાય છે. ખેતી સાધનો, ઍની ઓજારો માટે સહાય મળે છે. ઉપરાંત પૂર કે વાવાઝોડા સમયે થયેલા નુકસાન માટે જે તે સમયના ગૂગલ તારીખ સાથેના ફોટોગ્રાફસ જરૂરી હોય છે. જેની ખાસ તકેદારી રાખવી જોઈઍ.
નાયબ બાગાયત નિયામક નિકુંજભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણા વિસ્તારમાં બાગાયતી ખેતી મોટા પ્રમાણમાં થાય છે. રાજ્ય સરકારની વિવિધ બાગાયતી યોજના હેઠળ આંબાવાડી, ફૂલોની ખેતી, ડ્રેગનફૂડ સહિત અન્ય માટે સહાય અને સબસીડી મળે છે. જેનો લાભ મેળવી પગભર બનવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
નાયબ પશુપાલન અધિકારી જગદીશભાઈ વસાવા ઍ પશુપાલન માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, ચાપ કટર, બકરા યુનિટ, સહિત યોજનાની જાણકારી યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો.વલસાડ સંકલિત આદિજાતિ કચેરીના પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ મેનેજર રાકેશભાઈ વસાવાઍ આદિજાતિ વિભાગની રોજગારલક્ષી યોજનાની જાણકારી આપી હતી.
ધરમપુર બેંક ઓફ બરોડાના મેનેજર રવિરાજન અને બંધન બેંકના મેનેજર આદિત્ય ઠાકુર અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દાહોદઍ બેંકને લગતી વિવિધ યોજના તેમજ લોન ભારતીય રિઝર્વ બેન્ક અને નાબાર્ડની દરેક યોજનાઓ તથા ફાઈનાન્સિયલ લીટરસીની માહિતી આપી હતી.
ખેડૂત અગ્રણી હસમુખભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી કરવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યપાલક ઇજનેર મનીષભાઈ પટેલ અને નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસાઍ સેમિનારના આયોજનમાં મહત્વની સેવા બજાવી હતી. યોજનાકીય માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા ઉપપ્રમુખ અશ્વિનભાઇ પટેલ, આશાબેન મનીષભાઈ પટેલ, ખુશાલભાઈ પટેલ, મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, સહમંત્રી પ્રો. કમલેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, ખજાનચી અભેસિંહભાઈ, તેમજ ટ્રસ્ટીઓ કમલેશભાઈ ઘેલાભાઈ, ધીરજભાઈ, રિતેશભાઈ, પ્રયાગભાઇ, હસુમતીબેન, અશોકભાઈ પટેલ, અજીતભાઈ સહિતના ટ્રસ્ટીઓઍ જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટી અરુણાબેન પટેલે આભારદર્શન કર્યું હતું.
