કપરાડાના બારપુરામાં ઍક વિધવા મહિલાને પાકું મકાન ક્યારે ?
- byDamanganga Times
- 28 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૭ ઃ કપરાડા તાલુકાના બારપુરા ગામના નાચખડક ફળિયામાં રહેતા વિધવા સુમિત્રાબેન ધવળુભાઈ ચિલારે ગરીબી વચ્ચે જીવન નિર્વાહ કરી રહ્ના છે. મળતી માહિતી મુજબ, તેઓ હાલ કાચા પ્લાસ્ટિક અને નેટના સહારે બનાવેલા રહેઠાણમાં રહે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં સુમિત્રાબેન લાઈટ બિલ પણ નિયમિત ભરતા હોવાનું જણાવાય છે, પરંતુ હજુ સુધી તેમને પાકા મકાન સહિતની જરૂરી સરકારી સુવિધાઓનો લાભ મળ્યો નથી.
કેન્દ્ર સરકારની ભ્પ્-થ્ખ્ફપ્ખ્ફ યોજના ખાસ નબળા આદિવાસી જૂથો (ભ્સ્વ્ઞ્)ના પરિવારો સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી છે, જેમાં પાત્ર લાભાર્થીઓને આવાસ સહિતની સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. સુમિત્રાબેનની રજૂઆત મુજબ, તેઓ યોજનાના લાભ માટે પાત્ર હોવા છતાં હજુ સુધી તેમને તેનો લાભ મળ્યો નથી.
આ અંગે સુમિત્રાબેન દ્વારા કપરાડા તાલુકા મથકે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેથી હવે તંત્ર દ્વારા તેમના રહેઠાણની સ્થળ તપાસ કરી, પાત્રતા અંગે યોગ્ય ચકાસણી કરવામાં આવે અને જો તેઓ યોજનાના નિયમો મુજબ પાત્ર ઠરે તો ભ્પ્-થ્ખ્ફપ્ખ્ફ યોજના હેઠળ આવાસ સહિતની જરૂરી સરકારી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સુમિત્રાબેન જેવી જરૂરિયાતમંદ મહિલાને સરકારી યોજનાનો લાભ વાસ્તવિક રીતે મળે અને તેઓ કાચા પ્લાસ્ટિકના આશ્રયમાંથી બહાર આવી સુરક્ષિત આવાસમાં રહી શકે તે માટે સંબંધિત તંત્ર દ્વારા સંવેદનશીલતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી ૨૮ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી, રાજ્યના આદિજાતિ કમિશનર, વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તથા કપરાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવશે તેમ જણાવાયું છે.
