Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

દહેરીમાં ગાંજાનો છોડ ઉગાડનાર આરોપી ઝડપાયો

દહેરીમાં ગાંજાનો છોડ ઉગાડનાર આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ  ઉમરગામ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દહેરી ગામના કટવાડ ફળિયામાં વાડાની ખુલ્લી જમીનમાં ગાંજાનો છોડ ઉગાડી તેની માવજત કરતા હેમરાજ ઉર્ફે પિન્ટુ સોહનલાલ ચૌહાણ (ઉં.વ.૨૭)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૩.૭૯૯ કિલો વજનનો લીલો ગાંજાનો છોડ, કિંમત રૂ.૧,૮૯,૯૫૦, તેમજ રૂ.૧૦,૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૯૯,૯૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે ઉમરગામ પોલીસે ઍન.ડી.પી.ઍસ. ઍક્ટની કલમ ૮(ગ્), ૮(ઘ્), ૨૦(ખ્), ૨૦(ગ્)(૨)(ગ્) હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.