Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

જિલ્લામાં પણ આજથી ત્રણ દિવસ બેંક હડતાળ

જિલ્લામાં પણ આજથી ત્રણ દિવસ બેંક હડતાળ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ-વાપી, તા. ૨૭ ઃ દેશના બેન્કિંગ ઇતિહાસમાં ૧૩૬ વર્ષમાં પ્રથમવાર મહત્વપૂર્ણ ઘટના સામે આવ્યો છે. આગામી દિવસોમાં બેન્કિંગ કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની તારીખ ૨૮ સપ્ટેમ્બરથી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીની દેશવ્યાપી હડતાલનું ઍલાન કરવામાં આવ્યું હોવાથી બેન્કિંગ સેવાઓને અસર ન થાય તે હેતુથી આજે રવિવાર હોવા છતાં દેશભરની સાથે વલસાડ જિલ્લામાં પણ અનેક બેંકો ખુલ્લી રાખવામાં આવી હતી.
આ અંતર્ગત વાપી શહેર ઉપરાંત વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં આવેલી બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો આજે રવિવાર હોવા છતાં ખુલ્લી રહી હતી.  
અને  બ્રાન્ચ ઉપર ગ્રાહકોની ભારે અવરજવર પણ જોવા મળી હતી
વધુમાં પ્રા માહિતી પ્રમાણે આજે સોમવારે આ હડતાલના ભાગરૂપે વલસાડ શહેરમાં તિથલ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની શાખા ખાતે સવારે ૧૦ વાગ્યે બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
આ ત્રણ દિવસીય હડતાલ દરમિયાન વલસાડ જિલ્લામાં વાપી તથા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીઅો અને ઍના કામદારો તથા અન્ય ખાતેદારો પણ આ હડતાલથી પ્રભાવિત થશે. જેથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને રોકડની અછત ન સર્જાય તે માટે જિલ્લાભરના મોટાભાગના ખ્વ્પ્ મશીનોમાં અગાઉથી જ પૂરતા પ્રમાણમાં રોકડ રકમ (કેશ) લોડ કરી દેવામાં આવી છે.
હડતાલ કરી રહેલા બેંકના કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામગીરી કરવાની વ્યવસ્થા, ભ્ન્ત્ સ્કીમ બંધ કરવાની માંગ તેમજ લાંબા સમયથી પડતર રહેલી અન્ય માંગણીઓને તાત્કાલિક મંજૂર કરવાનો સમાવેશ થાય છે.
ત્રણ દિવસની હડતાલને પગલે વલસાડ જિલ્લામાં નેશનલ બેન્કોની કામગીરીને અસર થવાની શક્યતા છે.
જેના કારણે બેન્કમાં રોકડ વ્યવહારો, ચેક ક્લિયરન્સ સહિતની વિવિધ બેન્કિંગ સેવાઓ માટે આધાર રાખતા ગ્રાહકો તેમજ તાત્કાલિક બેન્કિંગ સેવા જરૂરી હોય તેવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હડતાલ દરમિયાન ગ્રાહકોને પડનારી સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અનેક લોકો પોતાના જરૂરી બેન્કિંગ વ્યવહારો અગાઉથી પૂર્ણ કરી રહ્ના હોવાનું પણ જોવા મળી રહ્નાં છે.