Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

ચલામાં મેરીલ કંપની દ્વારા સફાઈ અભિયાન ચલાવાયું

ચલામાં મેરીલ કંપની દ્વારા સફાઈ અભિયાન ચલાવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશ સાથે વાપી ચલા ખાતે આવેલી મેરીલ કંપનીના કર્મચારીઓ દ્વારા સતત ઍક અઠવાડિયા સુધી કંપની પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાનના અંતિમ દિવસે આજે વાપી ચલા મુખ્ય માર્ગથી મુક્તાનંદ માર્ગ સુધીના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓ અને કામદારોઍ માર્ગની આસપાસ તેમજ જાહેર સ્થળોઍથી મોટી માત્રામાં કચરો ઍકત્ર કરી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો.
સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ તેમજ ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં આવેલી કંપનીઓને પોતાના કંપની પરિસર ઉપરાંત આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ અંતર્ગત વાપી જીપીસીબી કચેરીના મુખ્ય અધિકારી ઍ.જી. પટેલ, ડેપ્યુટી મુખ્ય અધિકારી ઇન્દ્રવદન પટેલ સહિતની ટીમ દ્વારા કંપનીઓને સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પગલે વિવિધ કંપનીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાન દરમિયાન મેરીલ કંપનીના કંપનીના મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતાં. અંતે ઉપસ્થિત સૌઍ સ્વચ્છતા જાળવવા તથા અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.