Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

વાપીની મહિલા પત્રકારને બે દિવસના પોલીસ રિમાન્ડ

વાપીની મહિલા પત્રકારને બે દિવસના પોલીસ રિમાન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપીમાં પેટ્રોલ પંપ સંચાલકને ધમકાવનાર કથિત મહિલા પત્રકારની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. જ્યારે અન્ય ઍક આરોપી મનોજ રાવલ ફરાર છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસી ચાર રસ્તા ખાતે આવેલા પેટ્રોલ પંપ પર મનોજ રાવલ દ્વારા પ્લાસ્ટિકની બોટલમાં પાણી મિક્સ પેટ્રોલ જેવું પ્રવાહી લઈ જઈને પેટ્રોલ પંપના સંચાલકને તમારું પેટ્રોલ ભેળસેળવાળું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ કથિત પત્રકાર સોનિયા ચૌહાણ ઍક કારમાં પેટ્રોલ પંપ પર આવી પહોંચી હતી અને પેટ્રોલ પંપનો વિડીયો ઉતાર્યો બાદ પેટ્રોલ પંપને બદનામ કરવાની તથા પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં કરાતા પોલીસે ગઈકાલે સોનિયા ચૌહાણની ધરપકડ કરી હતી અને આજે વાપી કોર્ટમાં રજૂ કરતા આરોપી સોનિયા ચૌહાણને બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.