ઉમરગામની આંગણવાડીમાં ફ્રુટ કીટનું વિતરણ
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૫ ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર-૨ના ભાઠા ફળિયા ખાતે આવેલી આંગણવાડીમાં બાળકોને ફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલા, મહામંત્રી મનોજ ઝા, વિશ્વકર્મા ટંડેલ સહિત મહિલા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે આંગણવાડીમાં ઉપસ્થિત સગર્ભા મહિલાઓ સાથે વાતચીત કરી હતી અને તેમને પોષણયુક્ત આહાર મળી રહ્ના છે કે નહીં તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્ના છે કે નહીં તે અંગે સમીક્ષા કરી હતી. નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે જણાવ્યું હતું કે આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર તેમજ શિક્ષણનો લાભ મળી રહ્ના છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી ભાજપના કાર્યકરો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સેવા ભાવના સાથે નગરજનોની સુખાકારી માટે સતત કામગીરી કરી રહ્ના છે.
