ગણદેવી સુગરને રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ખાંડ રિકવરીનો ઍવોર્ડ
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૪ ઃ ગણદેવીની ગણદેવી સુગર ફેક્ટરીઍ સહકારી ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ. (ઍનઍફસીઍસઍફ) દ્વારા મંગળવારે આયોજિત વાર્ષિક ઍવોર્ડ સમારંભમાં ગણદેવી સુગર ફેક્ટરીને ‘સૌથી વધુ ખાંડ રિકવરી’ માટેનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રતિષ્ઠિત સન્માન ગણદેવી સુગર ફેક્ટરી વતી ચેરમેન અમિતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન અલ્પેશભાઈ દેસાઈઍ સ્વીકાર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે મળેલા આ ઍવોર્ડથી ગણદેવી સુગર ફેક્ટરીના સંચાલક મંડળ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શેરડી પકવતા સભાસદ ખેડૂત પરિવારોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
સહકારી ખાંડ ક્ષેત્રની રાષ્ટ્રીય સંસ્થા દ્વારા આપવામાં આવતો આ ઍવોર્ડ ખાંડ ઉત્પાદન ક્ષેત્રે ફેક્ટરીની કામગીરી અને ખાંડ રિકવરીના સ્તરને મળેલી મહત્વપૂર્ણ માન્યતા માનવામાં આવે છે. શેરડીમાંથી વધુ પ્રમાણમાં ખાંડ મેળવવા માટે ગુણવત્તાયુક્ત શેરડી, યોગ્ય સમયસર શેરડીની પિલાણ પ્રક્રિયા, આધુનિક ટેકનિકલ પદ્ધતિઓ, અસરકારક મિલ સંચાલન અને કુશળ માનવબળ જેવા વિવિધ પરિબળો મહત્વપૂર્ણ રહે છે. ગણદેવી સુગર ફેક્ટરીઍ આ તમામ ક્ષેત્રોમાં સુદૃઢ કામગીરીના પરિણામે રાષ્ટ્રીય સ્તરે આ ગૌરવ પ્રા કર્યું છે. ફેક્ટરીની આ સિદ્ધિ પાછળ સંસ્થાના સંચાલક મંડળના માર્ગદર્શન સાથે અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત તેમજ વર્ષ દરમિયાન ગુણવત્તાયુક્ત શેરડીનું ઉત્પાદન કરનાર સભાસદ ખેડૂતોનો મહત્વપૂર્ણ ફાળો રહ્ના હોવાનું જણાવાયું હતું. ખેડૂતો દ્વારા ઉત્પાદિત શેરડીની ગુણવત્તા અને ફેક્ટરીની ટેકનિકલ કાર્યક્ષમતાના સુમેળથી ખાંડ રિકવરીમાં નોંધપાત્ર પરિણામ પ્રા થયું છે. આ ઍવોર્ડ માત્ર ગણદેવી સુગર ફેક્ટરીનું સન્માન નથી, પરંતુ સમગ્ર ગણદેવી વિસ્તારના શેરડી ઉત્પાદક ખેડૂતો માટે પણ ગૌરવની બાબત બની છે. રાષ્ટ્રીય સ્તરે મળેલા આ સન્માનથી ગણદેવી સુગર ફેક્ટરીની સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ વધુ મજબૂત બની છે. ઍવોર્ડ પ્રા થતાં ચેરમેન અમિતભાઈ પટેલ, વાઇસ ચેરમેન અલ્પેશભાઈ દેસાઈ, સહકારી અગ્રણી જયંતિભાઇ પટેલ, સંચાલક મંડળના સભ્યો, અધિકારીઓ-કર્મચારીઓ તથા સમગ્ર ખેડૂત પરિવારને વિવિધ ક્ષેત્રોમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્ના છે.
