આજે વાપીમાં ‘કચ્છી નાટક’ યોજાશે
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપીમાં શ્રી કચ્છી જૈન સમાજ દ્વારા વર્ષો વર્ષ કચ્છી માડુઅો માટે કચ્છી ભાષામાં નાટકની પ્રસ્તુતિ કરવામાં આવે છે.
આ વર્ષે ઍનું સતત ૩૩મું વર્ષ છે. આ નિમિત્તે શ્રી કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી ભાષામાં ‘ધી કરે ધમાલ, મા કરે કમાલ’ નામનું હાસ્ય નાટક રજુ કરવામાં આવશે.
જનરેશન ગેપને કારણે સર્જાતી ધમાલ અને સ્થિતિ અંગે કચ્છી ભાષામાં આ નાટક રંગ જમાવશે ઍમ કહેવાય છે. શનિવાર તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે વીઆઈઍના શ્રી કનુભાઈ દેસાઈ અોડિટોરિયમમાં આ નાટક રજુ કરવામાં આવશે.
