Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

સેલવાસમાં ચૂંટણી પંચ સામે કોîગ્રેસનું વિરોધ પ્રદર્શન

સેલવાસમાં ચૂંટણી પંચ સામે કોîગ્રેસનું વિરોધ પ્રદર્શન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૫ ઃ ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીમાં થયેલા ફેરફારોને લઈને દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે સેલવાસમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પક્ષના ઝંડા તથા વિવિધ મુદ્દાઓને લગતા પોસ્ટરો સાથે જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુ ટોકિયાની આગેવાની હેઠળ યોજાયેલી રેલી દરમિયાન કાર્યકરોઍ ચૂંટણી પ્રક્રિયાને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે દાદરા અને નગર હવેલીના કલેક્ટરને રાષ્ટ્રપતિના નામે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આવેદનપત્રમાં કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરીમાં કથિત અનિયમિતતાઓ, ઍકતરફી નિર્ણયો અને પ્રક્રિયાત્મક ઉલ્લંઘનને લઈને સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, બે ચૂંટણી કમિશનરોઍ છેલ્લા ૧૦ મહિનામાં અનેક પ્રસંગોઍ મુખ્ય ચૂંટણી કમિશનર સાથે જોડાયેલા નિર્ણયો અંગે અસંમતિ અને વાંધા નોંધાવ્યા છે.કોંગ્રેસે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (લ્ત્ય્) દરમિયાન મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, હાલની ઍન્ટ્રીઓ દૂર કરવા તેમજ ચૂંટણી પંચના કોર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવી દિલ્હીમાં કેન્દ્રીકરણને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. પક્ષે આ મુદ્દાઓને ચૂંટણીની પારદર્શિતા અને મતદારોના અધિકારો સાથે જોડાયેલા ગણાવ્યા છે.
આવેદનપત્રમાં કોંગ્રેસે રાષ્ટ્રપતિ સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી છે.
તેમાં મુખ્ય ચૂંટણી કમિશનરને બંધારણીય પદ પરથી દૂર કરવા, તેમની સામે ફોજદારી તપાસ અને ધરપકડ તથા ચૂંટણી સંબંધિત નિર્ણયો અને મતદાર યાદીમાં થયેલા ફેરફારોની સ્વતંત્ર અને વ્યાપક સમીક્ષા કરવાની માગ સામેલ છે.
આવેદનપત્ર પર દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુ ટોકિયાઍ હસ્તાક્ષર કર્યા હતા. આવેદનપત્રમાં કરવામાં આવેલા આક્ષેપો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા દાવા છે.