વલસાડ હાઈવે પર કન્ટેનરે મોપેડને અડફેટે લેતાં સાસુ-વહુનું કરુણ મોત
- byDamanganga Times
- 26 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનધિ
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ તાલુકાના ચણવાઈ ગામના રહેવાસી સાસુ વહુ બંને જણાનું શ્રી વલ્લભ આશ્રમ સામે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ ઉપર અકસ્માત થતાં સ્થળ પર જ કરુણ મોત થયું હતું.
વલ્લભ આશ્રમ સામે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર સાંજના સુમારે કન્ટેનર ચાલકે અડફેટમાં લેતા વલસાડ ચણવાઈ ગામના રહેવાસી શારદાબેન રમણભાઈ મેસુરીયા ઉમર અંદાજિત ૬૫ અને ચેતનાબેન રાકેશભાઈ મૈસુરિયા ઉમર અંદાજિત ૩૫ વર્ષ બંને જણા પોતાની મોપેડમાં વલસાડ તરફ જઈ રહ્ના હતાં. તે દરમિયાન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કન્ટેનર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને સાસુ વહુના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતાં. અકસ્માત ની જાણ પારડી પીઆઈ વાય બી ગોહિલને થતા તેઓ સ્થળ પર આવી પહોંચી તાત્કાલિક ઍમ્બ્યુલન્સ બોલાવી બંનેના મૃતદેહને પીઍમ માટે મોકલી આપ્યા હતા અને કન્ટેનર ચાલકને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભયંકર અકસ્માતમાં બંને સાસુ વહુના સ્થળ પર જ મોત થતા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો.
