Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

વલસાડની જીવીડી સાર્વજનિક હાઇસ્કૂલમાં પ્રદર્શન યોજાયું

વલસાડની જીવીડી સાર્વજનિક હાઇસ્કૂલમાં પ્રદર્શન યોજાયું


વલસાડ, તા. ૨૪ ઃ  વલસાડ કેળવણી સાર્વજનિક મંડળ સંચાલિત જી.વી.ડી. સાર્વજનિક હાઈસ્કૂલ, માં મારા સપનાનું ભારત – વિકસિત ભારત ૨૦૪૭ તથા સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ સેવા અંતર્ગત. ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, તથા સાથે સાથે શાળાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા ગ્રાહક સુરક્ષા જાગૃતિ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના કાઉન્સેલર  વિમલભાઈ ગજધર તથા જીગ્નેશભાઈ કંસારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. શાળાનાં તમામ વિદ્યાર્થીઓઍ ચિત્ર સ્પર્ધામાં તથા વકતૃત્વ સ્પર્ધામા ૧૬ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. મા.વિભાગ ચિત્ર સ્પર્ધામાં રેહાન શેખ અને ઉ.મા વિભાગમા કીર્તન કુકણા પ્રથમ ક્રમે વિજેતા રહ્ના હતા. વક્તૃત્વ સ્પર્ધામાં મા.વિભાગમાં જીશાન ખાન અને ઉ.માં વિભાગ માં  શ્લોક ઍસ. પાટીલ પ્રથમ ક્રમે વિજેતા રહ્ના હતા. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા આશરે ૨૬ જેટલી સુંદર અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં ઍન્ટી સુસાઇડલ ફેન -તૌસીર પઠાણ જ્વાળામુખીના જગતમાં - રુદ્ર પટેલ, મુકેશ ડોંગરે સહિતના વૈજ્ઞાનિક મોડેલોઍ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. તે જ રીતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ પ્રદર્શન અંતર્ગત આશરે ૧૩ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં ગ્રાહકોની ફરજ અને અધિકાર- આર્યન વિશ્વકર્મા, ધિરજસિંહ રાજપૂતના પ્રોજેક્ટે સચોટ માહિતીઍ સૌને પ્રભાવિત કર્યા હતા.
શાળાના તમામ વિજેતા વિદ્યાર્થીઓને અતિથિ વિશેષ  વિમલભાઈ ગજધર તથા  જીગ્નેશભાઈ કંસારા તથા શાળાના આચાર્ય આર. કે. પટેલ ના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા.અને ઉતરોતર વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા મંડળના પ્રમુખ  વિનોદચંદ્ર ઍમ. દેસાઈે પાઠવી હતી.