Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

વલસાડના પ્રાચીન પેશવાઈ ગણેશ મંદિરે ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ભીડ

વલસાડના પ્રાચીન પેશવાઈ ગણેશ મંદિરે ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ભીડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૪ ઃ વલસાડ શહેરમાં મોટા બજાર વિસ્તારમાં ૨૨૬ વર્ષ પુરાણા મંદિરમાં પ્રસ્થાપિત ગણેશજીની મંગલમૂર્તિ ઇ.સ.૧૭૦૦માં બાજીરાવ પેશ્વા (બીજા) દ્વારા બિરાજમાન કરાઇ હોવાનો ઇતિહાસ છે. વલસાડ  બીલીમોરાનો તે સમયે પેશ્વાઇ રાજ હસ્તકના રાજ્યમાં સમાવેશ થતો હતો. મોટાબજારના મંદિરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના મહારાજા બાલાજી બાજીરાવ પેશ્વા (બીજા)ઍ કરી વલસાડના બ્રાહ્મણની નિમણૂંક કરી હતી.આ પછી તેમણે પૂજા અર્ચના શરૂ કરી હતી. ૧૭૦૪માં બાલાજી બાજીરાવનું નિધન થયું હતું.જેના પગલે મંદિરમાં પૂજાની જવાબદારી સ્વ.શાસ્ત્રીજી ગોસાઇ ભટ્ટને સોંપાઇ હતી.
શ્રીજીની મૂર્તિ શુધ્ધ સફેદ આરસમાંથી બનેલી પેશ્વાઇ કાળની છે જેને અલંકારોથી શણગારી પૂજા અર્ચના થાય છે.સવારે ષોડશોપચાર પૂજન બાદ આરતી અને રાત્રે ૯ વાગ્યે શયન આરતી થાય છે. નવસારી,વલસાડ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ગણેશ ભક્તો અહિં પ્રસંગોપાત  દર્શનનો લ્હાવો લઇ રહ્ના છે. દર સંકટ ચતુર્થી, અંગારકી ચોથ,કેવડા ત્રીજ અને ગણોશોત્સવ દરમિયાન ગણેશજીને સુંદર ફુલોનો શણગાર કરી  રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવે છે  ત્યારે બાપાની મૂર્તિ ના દર્શન કરવા અનેક  ભક્તો આવે છે.