Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

રેîટલાવમાં બાઈક સવારનું ઢોર સાથે અથડાતા સારવાર દરમ્યાન મોત

રેîટલાવમાં બાઈક સવારનું ઢોર સાથે અથડાતા સારવાર દરમ્યાન મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૪ ઃ પારડી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્ના છે, જેના કારણે વધુ ઍક ગંભીર અકસ્માતમાં ઍક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કપરાડા તાલુકાના માતુનીયા ગામના ૨૪ વર્ષીય મનુભાઈ ભવર નામના યુવકનું મોટરસાઇકલ રખડતા ઢોર સાથે અથડાતાં ગંભીર ઇજા થવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, કપરાડાના માતુનીયા ગામે રહેતો ૨૪ વર્ષીય મનુભાઈ જાનુભાઈ ભવર મજુરી કામ અર્થે પારડી અને વાપી વિસ્તારમાં આવતા હતા ૨૨ સપ્ટેમ્બરે રાત્રિના સુમારે કામ પતાવીને તે પોતાની મોટરસાઇકલ નંબર ઞ્થ્-૦૫-પ્સ્-૯૩૫૦ લઈને ઉદવાડા નજીક રેંટલાવ હનુમાન દાદાના મંદિર પાસેથી પસાર થઈ રહ્ના હતા તે સમયે અચાનક રસ્તા પર બેસેલા રખડતા ઢોર સાથે તેની મોટરસાઇકલ અથડાતાં મનુભાઈ બાઇક પરથી નીચે પટકાતાં તેને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત મનુભાઈને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ મધ્યરાત્રિના અરસામાં યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.  આ ઘટના અંગે મૃતકના પિતા જાનુભાઈ ભવરની ફરિયાદના આધારે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રખડતા ઢોરના કારણે યુવકે જીવ ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્ના છે.