Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

સરીગામ ઈન્ડ. ઍસો.ના ‘પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન’ માટે કમિટિ રચાશે

સરીગામ ઈન્ડ. ઍસો.ના ‘પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન’ માટે કમિટિ રચાશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૪ ઃ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશનને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં આખરે નિર્ણાયક વળાંક આવ્યો છે. ચેરિટી કમિશનરનું કડક વલણ, સુઓ મોટો દાખલ કરવાની ચેતવણી અને સંસ્થાના અનુભવી સભ્યોની સમજાવટ બાદ ઍસઆઈઍના વર્તમાન સત્તાધીશોને નમતું જોખવાની ફરજ પડી છે.
ગત ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વલસાડ ચેરિટી કમિશનરની કોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન લ્ત્ખ્ ના પ્રમુખ નિર્મલભાઈ દુધાણીઍ સ્વયં હાજર રહીને પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની લેખિત ખાતરી આપી છે. પરંતુ નવા હોદેદારો આવ્યા બાદ પૂર્વ પ્રમુખ નિર્મલભાઈ દુધાનીઍ ચેરિટી કમિશનર સમક્ષ આપેલી બાંહેધરી મુજબ રજિસ્ટ્રેશન ન કરાવવું પડે તે માટે જાતજાતની દલીલો કરવામાં આવી રહી હતી. જેના કારણે નોંધણીની કામગીરી ભારે વિલંબમાં પડી હતી.
પરંતુ ઍસોસિઍશનના અગ્રણી અને અનુભવી સભ્યોઍ કાયદાકીય જોગવાઈઓનું મહત્વ સમજાવી પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ મુજબ જ રજિસ્ટ્રેશન કરાવવા ભારપૂર્વક સમજાવટ કરી હતી. બીજી તરફ, વલસાડ ચેરિટી કમિશનરે પણ જો નિયમાનુસાર પ્રક્રિયા નહીં થાય તો સુઓ મોટો (સામેથી કાર્યવાહી) દાખલ કરવાની કડક ચેતવણી આપી હતી. પ્રા થતી વિગતો મુજબ, લ્ત્ખ્ની સ્થાપના ૧૯૮૯માં સોસાયટી ઍક્ટ હેઠળ થઈ હતી. પરંતુ ગુજરાત સરકારના ૨૦૦૪ અને ૨૦૧૭ના પરિપત્રો મુજબ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, ૧૯૫૦ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. લાંબા સમય સુધી આ નિયમનો અનાદર થતા ઉદ્યોગપતિ રૂવાબ અલી ખાન દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી, જેના બાદ મામલો ચેરિટી કમિશનર સમક્ષ આવ્યો હતો. આજરોજ ઍસઆઈઍના સભાખંડમાં અગ્રણી સભ્યો અને ઍસઆઇઍની ઍક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં સર્વનું મતે પબ્લિક ઍક્ટ મુજબ રજીસ્ટેશન કરાવવાનું નિર્ણય લેવામાં આવ્યો છે અને જેની કામગીરી માટે ટૂંક સમયમાં જ કમિટીની રચના કરવામાં આવશે ઍવું નક્કી કરવામાં આવ્યું છે.