ઉમરગામમાં મેડિકલ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૪ ઃ ઉમરગામ તાલુકામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભીલાડ સીઍચસી અને ઉમરગામ સીઍચસી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડથી સેવા આપવા આવેલા વિવિધ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ૭૦૦થી વધુ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત સહિતના તબીબોઍ દર્દીઓની તપાસ કરી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી હતી. મેડિકલ કેમ્પને સફળ બનાવવા ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો. નિરવ શાહ, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેશભાઈ વડવી, તાલુકા ભાજપના હોદ્દેદારો, ઉમરગામ શહેર ભાજપ મહામંત્રી મનોજ ઝા, નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન સમીરભાઈ કંસારા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ યાદવ, શહેર યુવા ભાજપ પ્રમુખ અમિતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓઍ ઉપસ્થિત રહી ખડે પગે સેવા આપી હતી. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ મેડિકલ કેમ્પથી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોને નિષ્ણાત તબીબોની આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો.
