દમણથી અમદાવાદ લઈ જવાતો રૂ.૩૨.૬૩ લાખનો દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૪ ઃ દમણ ખાતેથી મારુતી સુઝુકી અર્ટિગા કારમાં ચોરી છૂપીથી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાતો હોવાની બાતમીના આધારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કુલ રૂ.૩૨,૬૩,૨૮૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે ઍક ઈસમને ઝડપી પાડ્યો છે. ઍલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે તા.પારડીના દેવાડા ગામ, રોયલ પાર્ક આશિષવાન હોટલ પાછળથી સફેદ કલરની અર્ટિગા કાર નં. ઞ્થ્-૦૧-ધ્ક્ષ્-૩૩૬૪ ને અટકાવી તપાસ કરાઈ હતી. કારની સીટો નીચે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરના ૭૮૦ ટીન-બાટલીઓ (૨૮૯.૫૨૦ લીટર) મળી આવ્યા હતા. પોલીસે કાર કિં.રૂ.૮ લાખ, દારૂ કિં.રૂ.૩૨,૬૩,૨૮૦ અને મોબાઈલ મળી કુલ રૂ.૪૦,૬૮,૨૮૦ નો મુદ્દામાલ જ કરી ચાલક રમેશ શાંતિલાલ કટારા, રહે. ઉદયપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. આ અંગે પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
