Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

વલસાડમાં દંપતિ સામે ૧૬.૨૫ લાખની છેતરપિંડીની ફરિયાદ

વલસાડમાં દંપતિ સામે ૧૬.૨૫ લાખની છેતરપિંડીની ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ મરીન ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે બેંકમાંથી રૂ. ૪ કરોડની લોન ઝડપથી મંજૂર કરાવી આપવાના બહાને ઍક યુવક પાસેથી કટકે કટકે રૂ. ૧૬.૨૫ લાખ પડાવી લઈ લોન ન કરાવી છેતરપિંડી  મામલે ભોગ બનનાર યુવકે વલસાડના અનાવિલ દંપત્તિ  વિરુદ્ધ વલસાડ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વલસાડ તાલુકાના કોસંબા ગામે  નવરંગ સ્ટ્રીટમાં રહેતા અને મરીન સર્વિસ શિપમાં નોકરી કરતા નેલસન વિશ્રામભાઈ વટીવાલાને વશીયર માં મરીન ટ્રેનિંગ સેન્ટરનો પ્રોજેક્ટ શરૂ કરવો હોવાથી રૂ. ૪ કરોડની લોનની જરૂરિયાત હતી. આ દરમિયાન તેમના ઍક મિત્ર મારફતે મુલ્લાવાડી, આનંદ નગર સોસાયટી માં  રહેતા દેવાંગ મહેશભાઈ દેસાઈ સાથે તેમનો સંપર્ક થયો હતો. દેવાંગ દેસાઈઍ ૪૫ દિવસમાં બેંકમાંથી લોન મંજૂર કરાવી આપવાની ખાતરી આપી પ્રોસેસિંગ ફી પેટે નાણાંની માંગણી કરી હતી.
નેલસનભાઈઍ પોતાની બચતમાંથી અલગ અલગ સમયે દેવાંગ દેસાઈને રોકડા રૂ. ૧૬ લાખ આપ્યા હતા. ત્યારબાદ વધુ નાણાંની માંગણી થતાં નેલસનભાઈઍ દેવાંગ દેસાઈની પત્ની તૃબેન દેસાઈના મોબાઇલ નંબર પર ગૂગલ પે  મારફતે રૂ. ૨૫,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. આમ, દંપતીઍ કુલ રૂ. ૧૬,૨૫,૦૦૦ મેળવી લીધા હતા.
નિડ્ઢિત સમય વીતી જવા છતાં લોન મંજૂર ન થતાં અને દેવાંગ દેસાઈ વાયદાઓ કરી ગલ્લાંતલ્લાં કરવા લાગતા નેલસનભાઈને શંકા ગઈ હતી. જ્યારે તેમણે પોતાની રકમ પરત માંગી ત્યારે પણ માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા હતા. લોન મેળવવા માટે કોઈ કાયદેસર કાર્યવાહી કે દસ્તાવેજી પ્રોસેસ પણ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં નેલસનભાઈઍ દેવાંગ મહેશભાઈ દેસાઈ તથા તેની પત્ની તૃબેન દેસાઈ તમામ રહે મુલ્લાવાડી વલસાડ   સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.