Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

આહવાનાં સનસેટ પોઈન્ટ તળાવમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબતા મોત

આહવાનાં સનસેટ પોઈન્ટ તળાવમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબતા મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૨૪ ઃ આહવાના ડુંગરી ફળિયામાં રહેતા ગોટુ દેવરામ ચૌધરી નામના યુવક નશાની હાલતમાં સનસેટ પોઈન્ટ નજીક આવેલા તળાવ પાસે કપડા ધોવા માટે ગયા હતા. કપડા ધોતી વખતે તેઓ તળાવના પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા, પરંતુ નશાની હાલત હોવાથી અને પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા તેઓ તળાવમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું સ્થળ પર જ નીપજ્યુ હતુ.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જોકે, આ દુઃખદ ઘડીમાં પરિવારજનોઍ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ કોઈ કાનૂની કાર્યવાહી કે શવ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરાવવા માંગતા નથી અને પોતાની ધાર્મિક પરંપરા મુજબ આપમેળે જ મૃતકની વિધિ કરવા ઈચ્છે છે. પરિવારની આ નિવેદન અને વિનંતીને ધ્યાને રાખીને પીઍમ કરાવ્યા વિના જ પરિવારે મૃતક યુવકના દેહની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી.