Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

ડુંગરામાં વૃદ્ધાને લૂંટનાર બે આરોપી ઝડપાયા ઃ રૂ.૬.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ડુંગરામાં વૃદ્ધાને લૂંટનાર બે આરોપી ઝડપાયા ઃ રૂ.૬.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૪ ઃ ડુંગરા પોલીસ મથક હદના ડુંગરી ફળિયા, કોળીવાડ ખાતે વહેલી સવારે ૭૫ વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવી રૂ.૬.૨૫ લાખના સોનાના દાગીના લૂંટી ફરાર થયેલા બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના દાગીના સહિત કુલ રૂ.૬,૯૮,૪૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રા વિગતો મુજબ ૨૩ સપ્ટેમ્બરની વહેલી સવારે ફરિયાદી મહેશ પટેલની માતા નાનીબેન ઘર પાછળના ક્યારામાં નહાવાનું પાણી ગરમ કરતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોઍ પાછળથી મોં દબાવી બંધક બનાવ્યા હતા. આરોપીઓઍ વૃદ્ધાના કાનમાં પહેરેલી શેરવાળી સોનાની બુટ્ટી જોરથી ખેંચી લેતા બંને કાનમાં ઈજા થઈ હતી. ત્યારબાદ હાથની સોનાની બંગડી અને ચેન મળી કુલ આશરે રૂ.૬.૨૫ લાખના દાગીના લૂંટી બંને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ  વલસાડ ઍસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડી વાય ઍસપી બી.ઍન. દવે, ઍલસીબી પીઆઇ ઍ.યુ. રોઝ અને ડુંગરા પીઆઇ બી.ઍન. ગોહીલના નેતૃત્વમાં ટીમો બનાવાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ, ટેકનિકલ ઍનાલિસિસ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે રાજેશ અશોકભાઈ શુકલા, ઉં.૪૫, રહે. વાઘધરા, સેલવાસ, મૂળ બનારસ, ઉત્તર પ્રદેશ અને વિજયકુમાર બાંસદેવ પાલ, ઉં.૨૧, રહે. મોટી સુલપડ, વાપી, મૂળ પ્રયાગરાજને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં બંનેઍ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે બંને પાસેથી બે સોનાની બંગડી, બે કાનની બુટ્ટી, ઍક સોનાની ચેન કિં. રૂ.૫.૭૬ લાખ, રૂ.૨,૧૬૦ રોકડા, બે મોબાઈલ અને ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા નં. ઞ્થ્-૧૫-ખ્ષ્-૭૯૨૧ મળી કુલ રૂ.૬,૯૮,૪૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે ડુંગરા પોલીસે ગ્ફલ્ કલમ ૩૦૯(૪), ૩૦૯(૬) અને ૩(૫) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.