ડાંગમાં અત્યારસુધીનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાયું
- byDamanganga Times
- 25 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૪ ઃ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ગાંજાનો સૌથી મોટો કેસ શોધી કાઢી ઍક આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઈન સાઉથ ગુજરાત’ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ડાંગ પોલીસને ઍક મોટી સફળતા મળી છે. ડાંગ ન્ંર્ણૂશ્ર ઘ્શ્વજ્ઞ્ૃફૂ ર્ગ્શ્વીઁણૂત્ર્ (ન્ઘ્ગ્) નાં પી.ઍસ.આઈ.જે.જી.અનડકટની ટીમ અને વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.ઍ.ઍ.ચાવડાની ટીમ દ્વારા હાથ ધરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં ડાંગ જિલ્લામાં અત્યાર સુધીના સૌથી મોટી રકમના ગાંજાના વાવેતરનો કેસ શોધી કાઢવામાં આવ્યો છે.મળેલી ચોક્કસ બાતમીના આધારે વઘઈ તાલુકાનાં બરડા ગામે રહેતા ૪૦ વર્ષીય હરીભાઈ રડકેભાઈ રાઠોડના ઘરના પાછળના વાડામાં ડાંગ પોલીસે દરોડો પાડ્યો હતો.
આરોપીઍ કોઈને શંકા ન જાય તે રીતે પોતાના વાડામાં મકાઈ, ભીંડા, કાકડી તેમજ ખરસાટાના છોડની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતુ.
દરોડા દરમિયાન પોલીસે ૩ ફૂટથી લઈને ૧૩ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતા નાના-મોટા કુલ ૭ જેટલા ગાંજાના છોડ જ કર્યા છે. પોલીસ તપાસમાં જ કરવામાં આવેલા ગાંજાના લીલા છોડનું કુલ વજન ૩૦.૯૭ કિલોગ્રામ નોંધાયું છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧૫,૪૮,૫૦૦ થવા જાય છે.ડાંગ ન્ઘ્ગ્નાં ભ્લ્ત્ જે. જી. અનડકટ અને વઘઈ ભ્ત્ ઍ. ઍ. ચાવડાની ટીમ દ્વારા આરોપી હરીભાઈ રાઠોડની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં વઘઈ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફઝ઼ભ્લ્ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
