Damanganga Times.

Damanganga Times.

September 25, 2026

વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

વાપીમાં માર્ગ સુરક્ષા જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ અને વાપી શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે માર્ગ સુરક્ષા જાગૃતિ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના માધ્યમથી વાહનચાલકો અને નાગરિકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરી ફરજિયાત હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
બાઈક રેલીમાં વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી, સંગઠન ખજાનચી દેવેન્દ્રભાઈ પટેલ, સંગઠન ઉપપ્રમુખ નમીષ સિંહ, સંગઠન મંત્રી સંતોષભાઈ હળપતિ, ચૂંટાયેલા સભ્ય વિપુલભાઈ પટેલ, તેજસભાઈ વશી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત વાપી વિભાગના ડીવાયઍસપી બી. ઍન. દવે, ટ્રાફિક પી.આઈ. કાનાણી, જીઆઈડીસી પીઆઈ સિદ્ધાર્થ ગોહિલ સહિત ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગના જવાનો પણ રેલીમાં સહભાગી બન્યા હતા.
રેલી દરમિયાન માર્ગ સલામતીના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
‘હેલ્મેટ પહેરો, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો’ જેવા સંદેશ સાથે નાગરિકોને માર્ગ સુરક્ષાને પોતાની જવાબદારી તરીકે સ્વીકારવા અપીલ કરવામાં આવી હતી.