Damanganga Times.

Damanganga Times.

September 24, 2026

વાપી મનપા વિસ્તારમાં અોકટોબરથી બાકી ઘરવેરાની રકમ ઉપર વ્યાજ લાગશે

વાપી મનપા વિસ્તારમાં અોકટોબરથી બાકી ઘરવેરાની રકમ ઉપર વ્યાજ લાગશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓક્ટોબર માસથી બાકી ઘરવેરાની રકમ ઉપર નિયમોનુસાર વ્યાજ લાગવાનું શરૂ થનાર હોવાથી મિલકતધારકોને પોતાનો વર્ષ ૨૦૨૬-૨૭ સુધીનો બાકી વેરો ભરી દેવા ઘરવેરા વિભાગની યાદીમાં જણાવાયું છે. ગત જૂન માસમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ગામ વિસ્તારો સહિત તમામ મિલકતધારકોને ૫  ટકા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. હવે નિયમ મુજબ ઓક્ટોબર માસથી ચાલુ વર્ષના બાકી વેરાની રકમ ઉપર દર મહિને ૧્રુ વ્યાજ લાગવાનું શરૂ થશે. આ વ્યાજનો દર વધતા-વધતા માર્ચ-૨૬ સુધીમાં ૬્રુ સુધી પહોંચી જશે અને ત્યારબાદ તમામ પ્રકારની બાકી રકમ પર ૧૨્રુ ના દરે વ્યાજ વસૂલવામાં આવશે. ખાસ કરીને જે મિલકતધારકો છેલ્લા બે વર્ષ કે તેથી વધુ સમયથી પોતાનો વેરો ભરવામાં અનિયમિત કે બેદરકાર રહ્ના છે તેમને ઓક્ટોબર માસથી વિશેષ નોટિસો આપવામાં આવશે. અને નોટિસ ફી પણ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વ્યાજ અને નોટિસ દંડની કાર્યવાહીથી બચવા માટે જાગૃત નાગરિકો આગળ આવી રહ્ના છે. સપ્ટેમ્બર માસ દરમિયાન અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ મિલકતધારકો દ્વારા કુલ રૂ.૧.૪૯ કરોડનો વેરો ભરી દેવામાં આવ્યો છે. જે નાગરિકોને હજુ પણ વેરો ભરવાના બાકી છે તેઓઍ આ તક ઝડપી લેવી અનિવાર્ય છે. મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન પેમેન્ટ સુવિધાને વધુ સરળ બનાવી દેવાઈ છે. હાલ વેબસાઇટ ર્રુષ્ટજ્ઞ્ણૂજ્ઞ્દ્દક્ક.જ્ઞ્ઁ તથા વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન ઍપ દ્વારા ઓનલાઈન ટેક્ષ ભરવાની સગવડ ઉપલબ્ધ છે. ઘરબેઠા ઓનલાઈન પ્રોપર્ટી ટેક્ષ ભરનાર મિલકતધારકોને ૧ ટકા વધારાનું રિબેટ આપવાની પ્રોત્સાહક યોજના પણ કાર્યરત છે, જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.