Damanganga Times.

Damanganga Times.

September 24, 2026

છીરીના ગાલા મસાલામાં ધમધમતી ભંગારની ગોડાઉનો જીવતાં બોમ્બ જેવી

છીરીના ગાલા મસાલામાં ધમધમતી ભંગારની ગોડાઉનો જીવતાં બોમ્બ જેવી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ  વાપી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ કમિશનર યોગેશ ચૌધરીઍ તેમના લગભગ ઍક વર્ષના કાર્યકાળ દરમિયાન કડક કાર્યવાહી કરી હતી. તેમણે સલવાવ, બલીઠા, ડુંગરા, ડુંગરી ફળિયા, કરવડ, છીરી, ગાળા મસાલા જેવા વિસ્તારોમાંથી મોટાભાગની ગેરકાયદે ભંગારની ગોડાઉનો દૂર કરવામાં સફળતા મેળવી હતી.
જોકે, તેમની બદલી બાદ ફરી ઍકવાર કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે ભંગારની ગોડાઉનો બેફામ રીતે ઊભી થઈ ગઈ છે. જેમાં સૌથી સંવેદનશીલ ઍવો છીરી ગાળા મસાલા વિસ્તાર ચિંતાનો વિષય બન્યો છે. આ વિસ્તાર વાપી ઞ્ત્ઝ઼ઘ્ ના કેમિકલ ઉદ્યોગોને અડીને આવેલો છે. અહીં રોડને અડીને અસંખ્ય ભંગારની ગોડાઉનો ધમધમી રહી છે, જેમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ વેસ્ટ, પ્લાસ્ટિક, કાપડ અને અન્ય ભંગારનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં અવારનવાર નાની-મોટી આગની ઘટનાઓ બનતી રહે છે, જેને ફાયર વિભાગ કાબુમાં લઈ લે છે. પરંતુ આ ગોડાઉનોની વચ્ચે જ ગીચ રહેણાંક વિસ્તાર પણ આવેલો હોવાથી કોઈ દિવસ મોટી જીવલેણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ નકારી શકાય તેમ નથી. આખો વિસ્તાર જાણે જીવતા બોમ્બ પર બેઠો હોય તેવી સ્થિતિ છે. અહીં કેટલોક ભાગ ઍવો છે કે જ્યાં આગ બુઝાવવા બંબા પહોંચી શકે તેમ નથી.
વાપી મહાનગર પાલિકા તંત્ર અને ઞ્ત્ઝ઼ઘ્ તંત્ર આ ગેરકાયદે ગોડાઉનો સામે આંખ આડા કાન કરી રહ્નાં હોવાનો સ્થાનિકોમાં આક્ષેપ છે.
 તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી આ જીવલેણ ભંગારની ગોડાઉનો દૂર કરવા નક્કર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.