કુંતા કુદરતી કાંસમાં શુદ્ધ પાણીની જગ્યાઍ ગટરના ગંદા પાણી ઃ તંત્ર નિંદ્રાધીન!
- byDamanganga Times
- 24 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપી વાપી મહાનગર પાલિકામાં ભેળવવામાં આવેલા ૧૧ ગામોમાં પૌરાણિક કુંતેશ્વર મહાદેવ મંદિર ધરાવતા કુંતા ગામનો પણ સમાવેશ થાય છે. આ ગામની ઓળખ સમાન કુદરતી કાંસ આજે પ્રદૂષણના કારણે અસ્તિત્વ ગુમાવી રહી છે. જ્યાં ઍક સમયે કુદરતી કાંસમાંથી ચોખ્ખું વરસાદી પાણી વહેતું હતું, ત્યાં આજે બારેમાસ ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી વહી રહ્નાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલા આ કાંસનું પાણી ગ્રામજનો અને ઢોર-ઢાંખર પીવા માટે ઉપયોગ કરતા હતા. વર્ષો પહેલા કુદરતી ખનકી ઉપર નાના ચેકડેમ પણ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે પાણીનો સંગ્રહ થતો અને ખેતી માટે ખૂબ ઉપયોગી બનતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં મોટા મોટા હાઉસિંગ પ્રોજેક્ટ, ઍપાર્ટમેન્ટ અને બંગલોઝ આકાર પામતા કાંસની હાલત બદતર થઈ ગઈ છે. હવે તો ચેકડેમ પણ તૂટી-ફૂટી ગયા છે અને આખી ખનકી ગટરમાં ફેરવાઈ ગઈ છે. આ ગંભીર સમસ્યા માટે નવનિર્મિત રહેણાંક સોસાયટીઓ અને ઍપાર્ટમેન્ટ જવાબદાર હોવાનું જાણકારોનું માનવું છે. આ સોસાયટીઓ અને બંગલાઓનું રોજિંદુ ગંદુ પાણી કોઈપણ ટ્રીટમેન્ટ વગર સીધું જ કુદરતી કાંસમાં ઠલવાઈ રહ્નાં હોવાની સ્થાનિકોમાં ભારે બૂમરાણ છે. હવે આ પાણી પીવા લાયક તો ઠીક, ખેતી કે અન્ય કોઈ ઉપયોગ માટે પણ રહ્નાં નથી. આડ્ઢર્યની વાત ઍ છે કે આ ગંભીર બાબતે સિંચાઈ વિભાગ કે મહાનગર પાલિકાનો ઍક પણ અધિકારી સ્થળ નિરીક્ષણ કરવા ફરક્યો નથી. જ્યારે કુદરતી કાંસ, નદી, તળાવને પ્રદૂષિત કરવા બાબતે સુપ્રીમ કોર્ટની કડક ગાઈડલાઈન લાગુ છે, ત્યારે મનપાના અધિકારીઓઍ તાત્કાલિક તપાસ કરી ગંદુ પાણી છોડતી સોસાયટીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી કુદરતી કાંસને ફરી ચોખ્ખી બનાવવા નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે.
