સેલવાસનો બુટલેગર પાસા હેઠળ જેલભેગો
- byDamanganga Times
- 24 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રોહીની બદી નેસ્ત નાબૂદ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. સંઘ પ્રદેશ સેલવાસ ખાતેથી ગુજરાતમાં મોટા પાયે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પ્રોહી બુટલેગર પ્રદિપકુમાર હરીસિંહ મોહનસિંહ સોલંકી, રહે. નરોલી બોરીગામ રોડ ઓરીયન વિલા બંગલો નં. સી/૦૧, દાદરા નગર હવેલી તાબે સેલવાસ ને પાસા હેઠળ અટકાયત કરી જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી અપાયો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (ત્ભ્લ્)ના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (ત્ભ્લ્) ની સૂચના મુજબ ન્ઘ્ગ્ વલસાડે કાર્યવાહી કરી હતી. આરોપી વિરુદ્ધ પારડી, ડુંગરી અને ભિલાડ પોલીસ મથકમાં પ્રોહીના ત્રણ ગુના નોંધાયા હતા, જેમાં ૧૫,૫૪૨ બોટલ કિ.રૂ. ૩૪,૫૯, ૦૮૦, ૮,૮૭૬ બોટલ કિ.રૂ.૩૫,૦૬,૧૫૦ અને ૮,૨૩૨ બોટલ કિ.રૂ.૧૨, ૧૭,૮૫૫ નો મુદ્દામાલ જ થયો હતો. તેના વિરુદ્ધ પુરાવા ઍકત્ર કરી પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ નિતિન સાંગવાનને મોકલતા તેમણે મંજૂર કરી પાસાનો હુકમ કર્યો હતો.
