કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઍડિ. સેક્રેટરી અને મિશન ડાયરેકટર થ્રીડીની મુલાકાતે
- byDamanganga Times
- 24 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૩ ઃ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વધારાના સચિવ તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશનના મિશન ડાયરેક્ટર શ્રીમતી આરાધના પટનાયક, ત્ખ્લ્ ઍ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન તેમણે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી અને આરોગ્ય ક્ષેત્રમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ તથા કાર્યક્રમોની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રશાસકના સલાહકાર સાથે પણ આરોગ્ય સેવાઓના સશક્તિકરણ, રાષ્ટ્રીય આરોગ્ય મિશનના કાર્યક્રમો અને આરોગ્ય માળખાના વિકાસ અંગે ચર્ચા કરી હતી. દમણમાં આરાધના પટનાયકે નમો હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્પિટલની તબીબી માળખાકીય સુવિધાઓ, ડિજિટલ હેલ્થ સેવાઓ, આભા કાર્ડ અને ઓનલાઈન બ્ભ્ઝ઼, બિન-ચેપી રોગો (ફઘ્ઝ઼) તથા કેન્સર સ્ક્રીનિંગ, ફત્ઘ્શ્માં ઉપલબ્ધ સુવિધાઓ તેમજ નવજાત શિશુઓની સારવાર અને સંભાળની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ઝ઼ચ્ત્ઘ્ની કામગીરી અને ફમ્ખ્લ્ મુજબની વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરાયું હતું.
ત્યારબાદ તેમણે જુમ્પ્રિમ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ ઘ્ણ્બ્, ખ્ફપ્ અને આશા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. અહીં પ્રાથમિક આરોગ્ય સેવાઓ, માતા-શિશુ આરોગ્ય, ફઘ્ઝ઼ સ્ક્રીનિંગ, ડિજિટલ આરોગ્ય સેવાઓ અને વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત દમણમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળના કાર્યક્રમોની પ્રગતિ, આરોગ્ય સેવાઓની ગુણવત્તા, ડિજિટલ હેલ્થ પહેલ તથા પ્રાથમિક અને દ્વિતીયક આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાતના આગળના તબક્કામાં શ્રીમતી આરાધના પટનાયકે નરોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નમો મેડિકલ કોલેજ અને નમો હોસ્પિટલ, દાદરા અને નગર હવેલીની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રવાસનો મુખ્ય હેતુ સંઘ પ્રદેશમાં આરોગ્ય સેવાઓની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન, આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવું, ડિજિટલ આરોગ્ય પહેલને પ્રોત્સાહન આપવું અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની ગુણવત્તા સુનિશ્નિત કરવાનો હતો.
