Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

ચીખલીમાં ઍપીઍમસીની ચૂંટણી રદ્દ કરવા વેપારી વિભાગની માંગ

ચીખલીમાં ઍપીઍમસીની ચૂંટણી રદ્દ કરવા વેપારી વિભાગની માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા.૨૨ ઃ ચીખલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી રદ્દ કરવા વેપારી વિભાગે માંગ કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ચાર- ઈશ્વરભાઈ-સોલધરા, ભાવિન-વંકાલ, ઈશ્વર ભાઈ-આછવણી, આનંદ-ટાકલ ચૂંટાયા હતા જેમાં વેપારી વિભાગની ચૂંટણીમાં ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના વિરોધ સાથે ખેરગામના રહીશ શશીનભાઈ ઘેલાભાઈ પટેલે  તેમના વકીલ દિલીપસિંહ  પરમાર મારફતે નિયામક કચેરી દ્વારા તરત સુનાવણી નોટિસ જારી કરી તમામ પક્ષકારોને આગામી તા.૨૯/૯/૨૦૨૬ના રોજ બપોરે ૩ૅં૩૦ કલાકે જરૂરી આધાર-પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું છે. જે વેપારીઓ પાસે યોગ્ય પરવાનો નથી, જેમણે સળંગ ત્રણ નાણાકીય વર્ષથી લાઇસન્સ ધારણ કર્યું નથી, બજારનિયમોનું પાલન કરીને વેપાર કર્યો નથી અથવા નિયત રૂ.૫૦,૦૦૦/-ની ફી ચૂકવી નથી, તેવા ગેરલાયક વેપારીઓને ખોટી રીતે મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતાં.