ભેîસધરામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર વિધાનસભા મતવિસ્તારના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ તથા લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી સેવા સેતુ ૨.૧ અંતર્ગત ભેંસદરા -ાથમિક શાળા ખાતે પ્રજાલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા મામલતદાર ઍચ.ઍમ. ધોળીયા ઉપસ્થિત રહી ગ્રામજનો અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપી તેમજ નાગરિકોની રજૂઆતો અને -‘ો સાંભળ્યા હતા. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને જરૂરી સેવાઓ નજીકમાં જ મળી રહે તે માટે સેવા સેતુ જેવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમ અંતર્ગત ભેંસદરા ઉપરાંત ઝરીયા, ફુલવાડી, ઉકતા, ટીટુખડક, કેળવણી, પાનવા, ચીંચોઝર, માંકડબન, બરૂમાળ, આવધા તથા સિદુંમ્બર સહિતના ગામોના નાગરિકોને વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સરકાર આપના દ્વારે, સેવા સૌના હિતેના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
