નાની ઢોલડુંગરીની સાકાર વાંચન કુટીરને કોમ્પ્યુટર તથા ટેબલ્સની ભેટ મળી
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ નાની ઢોલડુંગરી મુકામે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુથી સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરી તથા રૅનબૉ વોરિયરના સંયુક્ત ઉપક્રમે કોમ્પ્યુટર તેના ટેબલ્સ અર્પણ કરવાનો કાર્યક્રમ થયો હતો.
આ પ્રસંગે સ્વ. છનાભાઈ નાથુભાઈના પરિવારજનોના સહયોગથી કોમ્પ્યુટર તથા ગ્રામ પંચાયત નાની ઢોલડુંગરી તરફથી કોમ્પ્યુટર ટેબલ અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રારંભે સરપંચ યોગેશભાઈ પટેલ, નિવૃત્ત નાયબ જિ. વિ.અધિકારી શંકરભાઈ પટેલ, નિવૃત્ત નાયબ -ા. શિક્ષણાધિકારી ભરતભાઈ પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તથા શંકરભાઈ ગરાસિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યુ હતુ.
કાર્તિકેય ગરાસિયાઍ કોમ્પ્યુટરના શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી ઉપયોગ અંગે માર્ગદર્શન આપતાં વાચકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આજના ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર જ્ઞાનના મહત્વ પર -કાશ પાડ્યો હતો. સરપંચ યોગેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને વાચકોને વધુ સારી સુવિધા મળે તે માટે આગામી દિવસોમાં અલગથી પુસ્તકાલયનું અધ્યતન કુટિર બનાવવા જરૂરી પ્રયાસો શરૂ કર્યા છે. કાર્યક્રમના આયોજનમાં કાર્તિકેય ગરાસિયા, ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, મિતેશભાઈ પટેલ તથા કો-ઓર્ડિનેટર શંકરભાઈ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જ્ઞાનથી વિકાસ તરફ ઍક વધુ પગલું
નાની ઢોલડુંગરી જેવા ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વાંચન, સ્પર્ધાત્મક પરીક્ષા તથા ડિજિટલ શિક્ષણની સુવિધા ઊભી કરવાની આ પહેલ ગ્રામ્ય યુવાનોના જ્ઞાન અને કારકિર્દી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહી છે. સાકાર વાંચન કુટીરમાં કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ થતાં વાચકોને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સગવડ- સુવિધા પ્રા થઈ છે.
