Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

વાવડી-છીપવાડના યુવાનો દ્વારા ૧૭મા વર્ષ રકતદાન શિબિર યોજાઈ

વાવડી-છીપવાડના યુવાનો દ્વારા ૧૭મા વર્ષ રકતદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ શ્રી વાવડી ગણેશ મહોત્સવ તથા શ્રી નાની છીપવાડ યુવક મંડળના યુવાનો છેલ્લા સોળ વર્ષ થી ગણેશોત્સવ તથા ધુળેટી જેવા ધાર્મિક તહેવારોની ઉજવણીની સાથોસાથ રક્તદાન શિબિરનુ આયોજન કરી અજ્ઞાત માનવજીવન બચાવવાનુ ભગીરથ કાર્ય કરી રહ્ના છે.
અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ ના સહયોગથી તેમજ શ્રી વાવડી ગણેશ મહોત્સવ તથા શ્રી નાની છીપવાડ યુવક મંડળ દ્વારા આયોજીત ૩૨માં રક્તદાન શિબિર માં ફક્ત ચાર કલાકમાં ૫૫ જેટલા રકતદાતાઓઍ રક્તદાન કરી અનોખી ઉજવણી કરી હતી. આ શિબિરમાં મિતેશ (મોન્ટુ) ભંડારીઍ ૧૩૧મી વાર, ઉર્વીશ પ્રજાપતિઍ ૫૧મી વાર જેમાં દિવ્યાબેન ભંડારી તથા હર્ષ ભંડારીઍ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.
આ રક્તદાન શિબિરમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ના પી. આઈ.  આર. ઍચ. વાળા ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહીત કર્યા હતાં તેમજ મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહેવા પ્રેર્યા હતાં. આ શિબિરમાં વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ સમીરભાઇ મપારા, સ્નેહ સેવા સંસ્થા વલસાડ ના પિનાકીન કોઠી, વિકી કાનાબાર, પારડીના જાણીતા સામાજીક આગેવાન તથા શતક રક્તદાતા સંજય બારિયા, સુનિલ પટેલ તથા મુકેશ ઓઝાઍ હાજર રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહીત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે રક્તદાન ક્ષેત્રે સતત કાર્યરત તથા આ વિસ્તાર ના યુવાનોમાં રક્તદાન નો ચેપ લગાડનાર શતકવીર રક્તદાતાઓ ભીખુ ભાવસાર તથા મીતેશ (મોન્ટુ) ભંડારી તેમજ અન્ય નિયમિત રક્તદાતાઓ કિરણ ભંડારી, પરેશ પ્રજાપતિ, હિરેન ભંડારી તથા તમામ કાર્યકરો ઍ આ શિબિરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ રક્તદાન શિબિરમાં વલસાડ રક્તદાન કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. નિર્મલ પટેલ તથા તમામ કર્મચારીઓની કામગીરી શિસ્તબદ્ધ તથા સરાહનીય રહી હતી.