ઉદવાડામાં ૭મા દિવસે શ્રીજીની વિસર્જન યાત્રામાં ભકતો મોટી સંખ્યામાં ઉમટયા
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારમાં શ્રી ભક્તિ મંડળના શ્રીજી નું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા. શ્રી ભક્તિ મંડળ દ્વારા આયોજિત ગણેશજીનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં ભક્તજનો ઝૂમી ઊઠ્યા હતા ગણપતી બાપા મોર્યા પુરચા વરસી લવકાર્યાના નારા સાથે ભક્તો યાત્રામાં જોડાયા હતા. વિસર્જનના આગલે દિવસે આયોજકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં ભાવિકોઍ લાભ લીધો હતો. જેમાં મંડળના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજાનો અને વેપારી મંડળનો સહકાર મળ્યો હતો.
