Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

સોîઢલવાડામાં રકતદાન શિબિર યોજાઈ

સોîઢલવાડામાં રકતદાન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી તાલુકાના સોનઢલ વાડા ગામમાં પારડી તાલુકા ભાજપ અને પારડી માં ધીરુભાઈ હોલમાં પારડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની રક્તદાન શિબિર યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીં પારડી માં આવેલ ધીરુભાઈ હોલમાં વહેલી સવારે ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ મહામંત્રી અશોક પ્રજાપતિ ઝૂબીન દેસાઈ યુવા પ્રમુખ મેહુલ ભરવાડ સાથે પાલિકાના સદસ્યો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા માનવસેવા આરોગ્ય કેન્દ્ર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પાલિકાના સદસ્ય સિરીશ ભાઈ પટેલ લાલજીભાઈ યાદવ સહિતના હાલના સદસ્યો માજી સદસ્ય યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાઈ બહેનોઍ રક્તદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ભાવ્ય ઉજવણી કરી હતી.
આ રક્તદાન દરમિયાન પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઇ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા મહામંત્રી કમલેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
ઍ જ રીતે પારડી તાલુકા ભાજપ દ્વારા સોનઢલ વાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણી દરમિયાન પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ભાજપ તાલુકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ ભાજપ તાલુકાના હાલના પ્રમુખ પુનિતભાઈ પટેલ મહામંત્રી હરીશભાઈ પટેલ જીગ્નેશ ભાઈ ઉદવાડીયા જિલ્લા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ તાલુકા મહિલા મંડળના પ્રમુખ ખુશ્બુબેન ટંડેલ સાથે સોનલવાડા ગામના સરપંચ અજયભાઈ પટેલ માજી સરપંચ જીગ્નેશભાઈ પટેલ શહીત તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી બ્લડ કેમ્પ કરવામાં આવ્યો હતો જે સફળ રહ્ના હતો.