Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

ઉમરસાડીમાં બોટ પલ્ટી, બાળક ગુમ

ઉમરસાડીમાં બોટ પલ્ટી, બાળક ગુમ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૨ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે મોરી સ્ટ્રીટના ભક્તજનો  ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરથી લાલજી મહારાજની પાલખી લઈ સમુદ્ર કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લાલજી મહારાજને સમુદ્ર સ્નાન કરાવવા માટે ૪ જેટલી બોટોમાં ભક્તોને બેસાડી પૂજા અર્ચના કરવા દરિયા માં લઈ જઈ રહ્ના હતાં. તે દરમિયાન ઉમરસાડી કોસ્ટેલ હાઈવે નજીક ભગોદ માર્ગના બ્રિજ નજીક દરિયાના પટમાં આ ૪ પૈકી ઍક બોટ અચાનક પલટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બોટમાં બોર્ડમાં કુલ સાત જણા હતાં. જેમાં નાનુભાઈ છગનભાઈ ટંડેલ, રેખાબેન નાનુભાઈ ટંડેલ, અજય નાનુભાઈ ટંડેલ, અને બાળક મોક્ષાર્થ અજય ટંડેલ, ઇન્દુબેન, ભરતભાઈ, રીતેશભાઈ, ડાયાભાઈ ટંડેલ, અમુલ પ્રસાદ ગૌતમ મંદિરના પૂજારી નો સમાવેશ થાય છે. 

બોટ પલ્ટી જતાં બોટમાં સવાર લોકો દરિયાના પાણી માં ડૂબવા માંડતાં શોર બકરો થઈ ગયો હતો. જેથી સ્થાનિક માછીમારો દ્વારા ત્વરીત ધસી થઈ ઉગારી લઈ બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી અને ઍમાં બોટમાં સવાર ૭ માંથી ૬ લોકોને ઉગારી લેવાયા હતાં પરંતુ આ અકસ્માતમાં કમનસીબે અંદાજે દોઢ થી બે વર્ષનું નાનું બાળક મોક્ષાર્થ અજય ટંડેલ પણ બોટમાં ઍમના વાલી સાથે હતું. તેમના હાથમાંથી ઍ છટકી જતાં દરિયાના પ્રવાહમાં તણાઈને ડૂબી ગયું હોવાની શકયતાથી ઉમરસાડીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 

આ ઘટના બનતાં તરત જ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ માટે સ્થાનિક માછીમારો, ચંદ્રપૂરના તરવૈયાની ટીમ પણ આવી પહોંચી હતીઅને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.  ઉલ્લેખનીય છે કે આ અકસ્માત દરમ્યાન પુજારી અમુલ પ્રસાદ ગૌતમ પણ લાલજીની મૂર્તિ સાથે બોટમાં હતાં. પુજારી તો ઉગરી ગયા પણ લાલજી મહારાજની મૂર્તિ બોટ પલ્ટી જતાં દરિયાના પાણીમાં ગરકાવ થઈને ગુમ થઈ ગઈ હતી હવે ઍ મૂર્તિ પાછી હાથમાં આવે હોવાથી કે મળે ઍમ ન હોવાથી નવેસરથી નવી મૂર્તિ બનાવવાનું કામ હાથ લેવામાં આવશે ઍવું જાણવા મળી રહ્નાં છે.  આ અકસ્માતની ઘટનાની જાણ પારડીના પીઆઈ વાય.બી. ગોહિલને થતા તેઓ પણ તેમની ટીમ જોડે તથા વલસાડ જિલ્લા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ ગામના મહિલા સરપંચ ખુશ્બુબેન ટંડેલ સાથે આગેવાનો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે ઉમરસાડી માછીવાડ ગામે શોક છવાઈ જવા પામ્યો છે.