Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

પારડીસાંઢપોર શાળાને રોટરી ક્લબ દ્વારા કમ્પ્યુટર અર્પણ કરાયા

પારડીસાંઢપોર શાળાને રોટરી ક્લબ દ્વારા કમ્પ્યુટર અર્પણ કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી ‘રોટરી ક્લબ ઓફ વલસાડ’ દ્વારા પારડી સ્થિત કૈલાશ ઓવારા માધ્યમિક શાળા, સાણપોર ખાતે વિદ્યાર્થીઓના હિતાર્થે કમ્પ્યુટર દાન પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો છે.
ગતાં જુલાઈ મહિનામાં આવેલા વિનાશક પૂર દરમિયાન આ શાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી હતી. આ કપરી પરિસ્થિતિ અને શાળાની વાસ્તવિક જરૂરિયાતને પારખીને સેવાભાવી અગ્રણી નિમેશભાઈઍ સમગ્ર બાબત રોટરી ક્લબ ઓફ વલસાડના ધ્યાન પર મૂકી હતી. તેમના સતત પ્રયાસો અને સંકલનના પરિણામે ક્લબ દ્વારા શાળાને નવું કમ્પ્યુટર સહાય રૂપે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ પહેલ અંગે જણાવતા રોટરી ક્લબના હોદ્દેદારોઍ જણાવ્યું હતું કે, આ માત્ર ઍક સાધનનું દાન નથી, પરંતુ ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ જ્ઞાન, નવી તકો અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવા માટેનો ઍક સેતુ છે. કોઈ વાસ્તવિક જરૂરિયાતને ઓળખીને તેના નિરાકરણ માટે પહેલ કરવી ઍ જ સાચી સેવાનો ઉદ્દેશ છે.
કમ્પ્યુટર ઉપલબ્ધ થતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.  શાળા પરિવારે રોટરી ક્લબ ઓફ વલસાડ તેમજ આ ભગીરથ કાર્યમાં નિમિત્ત બનેલા નિમેશભાઈ પ્રત્યે અંતઃપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.