Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

વલસાડમાં થાંગ-તા માર્શલ આર્ટના ઍડવાન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

વલસાડમાં થાંગ-તા માર્શલ આર્ટના ઍડવાન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ  ખથાંગ-તા ઍસોસિઍશન ગુજરાત દ્વારા થાંગ-તા માર્શલ આર્ટના વધુ પ્રચાર-પ્રસાર તેમજ ખેલાડીઓને ઉચ્ચ સ્તરની તાલીમ મળી રહે તે હેતુથી વાપી ના  વિશ્વકર્મા હોલ  માં  ઍડવાન્સ ટ્રેનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.ઍડવાન્સ ટ્રેનિંગ કેમ્પમાં વલસાડ જિલ્લાના ૩૦થી વધુ ખેલાડીઓઍ  થાંગતા માર્શલ આર્ટ ની તાલીમ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે.
આ કેમ્પનું આયોજન થાંગ-તા ઍસોસિઍશન ગુજરાતના જનરલ સેક્રેટરી તરૂણ કુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના બાહોશ કરાટે કોચ  નિલેશ કોસિયા તથા સિનિયર ઇન્સ્ટ્રકટર  જીતેન્દ્ર રાઠોડ દ્વારા કેમ્પનું આયોજિત કેમ્પમાં થાંગ-તા ઍસોસિઍશન ગુજરાતના યુવા કોચ પ્રીતિ કંવર દ્વારા ખેલાડીઓને ટેકનિક, ફિટનેસ, ફાઈટિંગ સ્કિલ્સ તથા ઍડવાન્સ લેવલની વિવિધ તાલીમ આપવામાં આવી હતી. આ ઍડવાન્સ ટ્રેનિંગ કેમ્પમાં વલસાડ જિલ્લાના ૩૦થી વધુ ખેલાડીઓઍ ભારતની પારંપરિક થાંગતા માર્શલ આર્ટની તાલીમ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે કેમ્પ દરમિયાન ખેલાડીઓને થાંગ-તા માર્શલ આર્ટ ના સેક્રેટરી  તરૂણ કુમારે વધુ સારી ટેકનિક અને રમતગમતની સમજ વિકસાવવા માટે ટ્રેનર,કોચને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.  થાંગ-તા ઍસોસિઍશન ગુજરાત દ્વારા આગામી સમયમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવા તાલીમ કેમ્પોનું આયોજન કરી ખેલાડીઓને રાજ્ય, રાષ્ટ્રીય અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.