Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

તિથલ બીચ પર ‘સુરક્ષિત સાગર’ અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો

તિથલ બીચ પર ‘સુરક્ષિત સાગર’ અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ ભારતના દરિયા કિનારાની સફાઈ અને દરિયાઈ પર્યાવરણની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ સાહ - ૨૦૨૬ નિમિત્તે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર ૫.૦ અભિયાન અંતર્ગત વલસાડના તિથલ દરિયાકાંઠે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ફત્બ્વ્, ફચ્ચ્ઝ઼ પ્ત્લ્લ્ત્બ્ફ, વિજ્ઞાન ભારતી, વિજ્ઞાન ગુર્જરી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સહિતની સંસ્થાઓના સહયોગથી વલસાડ જિલ્લાના તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું હતું.
આ કાર્યક્રમનું સફળ સંચાલન વલસાડ જિલ્લાના કો-ઓર્ડીનેટર ભાવનાબેન મિસ્ત્રીઍ કર્યું હતું. આ સફાઈ અભિયાનમાં વલસાડની બી.કે.ઍમ. સાયન્સ કોલેજના ફ.ઘ્.ઘ્.ના વિદ્યાર્થીઓ અને હરિનંદન સ્મૃતિ પ્રાથમિક શાળાના સ્ટાફમિત્રો મળી કુલ ૫૮ લોકો જોડાયા હતાં.
અભય ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ અનિલભાઈ મિસ્ત્રી, સેક્રેટરી યજુર્વી મિસ્ત્રીના સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો. દરિયા કિનારાની કુલ ૬૫૮ મી. લંબાઈ અને ૬૬ મી પહોળાઈ ધરાવતો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો.
તિથલ ગામ પંચાયતના સરપંચ રાકેશ ભાઈ પટેલ  હાજર રહ્ના હતા અને કચરાના નિકાલ માટે ગાડીની સેવા પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રેલીનું આયોજન કરાયું હતું જેમા સ્વચ્છતા અભિયાન માટે પ્રતિજ્ઞા લીધી હતી. અંતે તમામે  અલ્પાહાર ની માણી હતી.