વાપીમાં સીટીબસ સેવા માટે લ્ભ્સ્ બોર્ડ રચાશે
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના જાહેર પરિવહન, સફાઈ વ્યવસ્થા અને નાણાકીય બાબતો સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાપી શહેરની સીટી બસ સેવા માટે ‘વાપી સીટી બસ સર્વિસ લિમિટેડ’ નામથી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (લ્ભ્સ્) બોર્ડની રચના, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા શેર કેપિટલ અંગેની દરખાસ્તને મંજૂરી આપી અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેમજ તત્કાલીન વાપી નગરપાલિકા દ્વારા નિયુક્ત અને હાલ ફરજ બજાવતા ૪૭ ફિક્સ પગાર આધારિત સફાઈ કર્મચારીઓને લાંબા ગાળાની નિમણૂક આપવા દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાની ભલામણ કરાઈ હતી. જીપીઍમસી ઍકટની કલમ ૧૯(ઍ) હેઠળ કોર્પોરેશનના સભ્યોના માનદ વેતન તથા ભથ્થાં માટે બજેટમાં જરૂરી જોગવાઈ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી (આઈઍઍસ), નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ, કિરણસિંહ રાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. બેઠકનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશ વાળંદે કર્યું હતું.
