Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

ડાંગની કિરલી ગ્રા.પં. કચેરીનું વીજ જાડાણ કપાતા કામ ખોરંભે

ડાંગની કિરલી ગ્રા.પં. કચેરીનું વીજ જાડાણ કપાતા કામ ખોરંભે


સાપુતારા, તા.૨૧ ઃ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલી કિરલી ગ્રામ પંચાયત કચેરીનું વીજ બિલ બાકી રહેવાના કારણે વીજ વિભાગ દ્વારા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હોવાના આક્ષેપને પગલે ગ્રામજનોમાં ભારે રોષ સાથે મુશ્કેલી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, પંચાયત કચેરીમાં વીજ પુરવઠો બંધ થઈ જતાં વિવિધ સરકારી કામગીરી તેમજ જરૂરી પ્રમાણપત્રો મેળવવા સહિતના કામો માટે કચેરીઍ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. વીજળીના અભાવે પંચાયતની દૈનિક વહીવટી કામગીરી પણ અસરગ્રસ્ત બની હોવાનું ગ્રામજનો જણાવી રહ્ના છે.