મુંબઈમાં બ્રિજ પરથી ખાબકેલી કાર દમણ પાસિ*ગની
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૧ ઃ બે દિવસ પહેલા મુંબઈમાં મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ જતી દમણ પાર્સિંગની ગ્પ્ષ્ કાર બ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રા વિગત મુજબ કારનો નંબર ઝ઼ઝ઼ ૦૧ ૬૬૩૦૨ હોવાનું સામે આવ્યું છે. જે દમણ પાસિંગની હોવાથી દમણ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
આ અકસ્માતમાં કારમાં સવાર ધૈર્ય શેઠ (ઉં. ૧૭), આદિત્ય જકાશી (ઉં.૧૯) અને સાનય ગજ્જર (ઉં.૨૧)નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આદિત્ય ઓસવાલ (ઉં.૨૩)ને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં ઓવર સ્પીડ અને કાબુ ગુમાવવાને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
