Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

વાપીની મહિલા સાથે જમીનના સોદામાં રૂ.૩૦ લાખની છેતરપિંડી

વાપીની મહિલા સાથે જમીનના સોદામાં રૂ.૩૦ લાખની છેતરપિંડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૧ ઃ વાપીમાં જમીનના સોદાના નામે રૂ.૩૦ લાખની  છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે વાપીની વેપારી મહિલા  સૈફાલી મનીષ કંસારા જે રામચંદ્ર વિઠ્ઠલભાઈ પાનવાલા રહે મનપા કચેરી પાછળ, વાપી)ઍ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, આરોપી વિમલભાઈ સુમનભાઈ પટેલે અને  આડેસર દારા યસ બેબે કોન દ્વારા વલસાડ અને પારડી વિસ્તારની જમીનનો સોદો કર્યો હતો. જમીનનો કુલ સોદો રૂ.૩૦ લાખમાં નક્કી કરાયો હતો. જેમાં ૩૩ ટકા જમીન બારોબાર વેચી દેવાની અને બાકીની ૩૩ ટકા જમીન ફરિયાદીને આપવાની વાત હતી.

આરોપીઍ વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી અલગ અલગ તારીખે આઈ.ડી.ઍફ.સી. ટ્રાન્સફર અને ચેક દ્વારા કુલ રૂ. ૩૦,૦૦,૦૦૦/- પડાવી લીધા હતાં. પૈસા લીધા બાદ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને ઉલટાનું જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ખાતા નંબર ૨૨૩થી ૧૧૭૩ વાળી જમીનના સર્વે નંબરમાં બારોબાર બીજાને વેચાણ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની માંગ છે કે નાણાં પરત અપાવી કાયદેસર કાર્યવાહી કરાય. પોલીસે છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.